મહિલા કોન્સ્ટેબલના પરણીત પ્રેમીએ પણ અમદાવાદ હોટલમા ગળે ફાંસો ખાઈ કરી આત્મ હત્યા

તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રાના સોલડી ગામે રહેતા મહિલા કોસ્ટેબલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે પ્રેમીના ત્રાસને લઈને મહિલા કોન્સ્ટેબલે નોટ લખી અને 29 ફેબ્રુઆરી આત્મહત્યા કરી હતી ત્યારે ગામે રહેતા તેના પ્રેમી સામે ગુનો નોંધવામાં આવે છે ત્યાર બાદ પ્રેમીએ પણ અમદાવાદ ખાતે હોટલમાં ગળે ફાંસોને આત્મહત્યા કરી લેતા બનાવમા કરૂણ અંજામ આવ્યો છે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના મૂળ વતની લલીતાબેન પરમાર અમદાવાદ પાલડી ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મહિલા કોન્સ્ટેબલ પોતાના ભાડાના મકાનમાં આત્મહત્યા કરી લેતા અને મહિલા કોન્સ્ટેબલ દ્વારા સુસાઈટ નોટ લખવામાં આવી હતી જેમાં તેના ધાંગધ્રા સોલડી ગામે રહેતો પરણી પ્રેમી જશવંતભાઈ ભલાભાઇ રાઠોડ નામનો વ્યક્તિ વીડિયો કોલ અને અન્ય દ્વારા અવાર નવાર પજવણી કરતો હતો અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપવા માટે પણ દબાણ કરતો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ કંટાળી આત્મહત્યા કરી લેતા આ અંગે પોલીસે અમદાવાદ ખાતે આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે આરોપી ધાંગધ્રાના સોલડી ગામે રહેતો અને પરણીત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આરોપી પણ અમદાવાદની એક હોટલમાં રૂમ ભાડે રાખી અને આત્મહત્યા કરી લેતા આ હોટલ ના સંચાલકો દ્વારા ડુપ્લીકેટ ચાવીથી ખોલી અને તપાસ કરતા ગળે ફાંસો ખાઈને આત્માહત્યા કરી લીધા હોવાનું જાણવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સાથે દોડી જાઈ લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી આમ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તેના પ્રેમી બંને આત્મહત્યા કરી લેતા આમ પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે ત્યારે મનનાર પ્રેમી જશવંતભાઈ ભલાભાઇ રાઠોડને પણ બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આમ પ્રેમનો કરૂણ અંજામ સાથે સંતાનો પિતાની છત્ર છાયા ગુમાવી છે અને મહિલા કોન્સ્ટેબલના પિતાએ દીકરી ગુમાવી હતી.





