
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા – ૦૭ માર્ચ : કોડાય પોલીસ સ્ટેશન નાં પી આઈ. એચ.એમ.વાઘેલા ઓના માર્ગદર્શન હેઠળ કોડાય પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો કોડાય પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નાઇટ પેટ્રોલીંગમાં વાહન ચેકીંગ દરમ્યાન એક આપે રીક્ષા ચાલકને હાથનો ઇશારો કરી આપે રીક્ષા ઉભુ રાખવા ઇશારો કરતા આપે રીક્ષા ચાલકે વાહન ઉભુ રાખેલ નહી અને વાહન મુકી ભાગી જતા વાહનની ઝડતી કરતા તેમાં ડ્રીપ લાઇન ના શંકાસ્પદ ફિડલા ભરેલ હોય જેથી ડ્રીપ લાઇનના ફિડલા નંગ- ૨૨ કુલ્લ કિ.રૂ.૫૫૦૦૦- ગણી તેમજ આપે રીક્ષાની કિંમત રૂ.૧,૫૦,૦૦૦- ગણી સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની તપાસ કરી આપે રીક્ષાના ચાલક મહમદ અલી આમદ શઠીયા રહે-મુળ- મોટા આસંબીયા હાલે રહે- કોડાય તા.માંડવી વાળાને રાઉન્ડ અપ કરી યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા કોડાય પો.સ્ટે. વિસ્તારમાં થયેલ બે વાડીઓની ડ્રિપ લાઇન ચોરીની કબુલાત આપતો હોય જે પૈકી એક વાડીમાંથી કરેલ ડ્રીપ ચોરીનો મુદામાલ પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ વાડામાંથી ડ્રિપ લાઇનના ફ્રિડલા નંગ-૧૩ કિં.૩૨,૫૦૦/- નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી કોડાય પો.સ્ટે.માં દાખલ થયેલ બે ચોરીઓનો ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.










