જૂનાગઢ રાત્રીના ૧.૩૦ કલાકે ગિરનાર સીડી પર દુકાનોમાં આગ લાગતા ફાયર ટીમ દ્વારા ૩૦ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાત્રીના ૧.૩૦ વાગ્યાની આસપાસ ગિરનારની સીડી પર શોર્ટ સર્કિતના કારણે આગ લાગતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો.
આ અંગે જૂનાગઢ ફાયર ઓફિસર જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે રાત્રીના આશરે ૧.૩૦ ની આસપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયાનો ફોન આવેલ કે ગિરનારની સીડી ઉપર ૧૫ પગથિયાની આસપાસ બે દુકાનોમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગેલ છે, અને બન્ને દુકાનોમાં ફેલાયેલ છે. જેના આધારે જૂનાગઢ ફાયરની ટીમ યાત્રાળુઓની ભીડ વચ્ચે ફક્ત પાંચ જ મિનિટમાં પહોંચી અને ગોંડલ, અમરેલી, કોડીનાર, સહિત પોરબંદર ફાયર ટીમ મળી પાંચ ટીમ દ્વારા ૩૦ મિનિટમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.
આ સમયે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા સહિત જૂનાગઢ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી યાત્રાળુઓને કોઈ જાનહાની ન પહોંચે તે માટે સીડીએ જતા યાત્રાળુઓને રોકવામાં આવ્યા હતા, અને ફાયર ટીમ દ્વારા આગને સંપૂર્ણ ઓલવી અને સીડી પર સાફ સફાઈ કરાવ્યા બાદ યાત્રાળુઓની યાત્રા સલામત રીતે ચાલુ કરાવેલ હતી.





