
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના વૈડી ડેમમાંથી મોટીમોરી ગામની મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી

મેઘરજ તાલુકાનો વૈડી વિસ્તારમાં મોટે ભાગે ટ્રાયબલ અને આદિજાતિના લોકો વસવાટ કરે છે અને આ વિસ્તાર મેઘરજ તાલુકાનો છેવાડાનો અને રાજસ્થાન બોર્ડર નજીક આવેલો હોવાથી આ વિસ્તારમાં ખેડૂતોને પિયતનું પાણી મળી રાહે તે હેતુથી વૈડી નાની સિંચાઈ યોજના અંતર્ગત વૈડી જળાશય બનાવવામાં આવ્યું છે. ત્યારે આ જળાશયમાં મંગળવારે એક મહિલાની લાશ પાણીમાં તરતી જોવા મળતાં સ્થાનિકોએ ઈસરી પોલીસને જાણ કરતાં ઈસરી પોલીસે ઘટનાસ્થળે પોંહચી મૃતક મહિલાની લાશ પાણીમાંથી બહાર કાઢી ઓળખ હાથ ધરતાં મૃતક મહિલા ગલીબેન બાબુભાઇ રોત. રહે.મોટીમોરી નાવીવસાહત તા. મેઘરજનું હોવાનું બહાર આવતા પરિવારજનોને જાણ કરી મૃતક મહિલાના મૃતદેહને ઈસરી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાથી પંથકમાં ચકચાર મચી હતી.









