AHAVADANGGUJARAT

આહવાની સરકારી વિજ્ઞાન કોલેજના એન.એસ.એસ એકમ દ્વારા ઘુબીટા ગામમા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરકારી વિજ્ઞાન કોલેજ-આહવાના એન.એસ.એસ. એકમ દ્વારા પ્રાથમિક શાળા ઘુબીટા ખાતે તારીખ ૩/૩/૨૪ થી ૯/૩/૨૪ દરમિયાન વાર્ષિક ખાસ શિબીર “મતદાન જાગૃતિ”નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમ અંતર્ગત અહિ શાળાના વિધ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગામમા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલીમા ઘુબીટા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જયેશભાઈ કેદારિયા, એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો.જે.જે.ચૌહાણ, શ્રી એસ.એસ.ચૌધરી તેમજ શાળાના શિક્ષકો અને બાળકો અને એન.એસ ના સ્વયંસેવકો જોડાયા હતા. તેઓએ ગ્રામજનોમા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવીને ૧૦૦% મતદાનની અપીલ કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button