આજ રોજ પ્રાંતિજ વિધાનસભા તલોદ શહેર ખાતે મહિલા મોરચા દ્વારા *”શક્તિ વંદન યાત્રા (રેલી)”* નું આયોજન કરવામાં આવેલ હતું.

આજ રોજ પ્રાંતિજ વિધાનસભા તલોદ શહેર ખાતે મહિલા મોરચા દ્વારા *”શક્તિ વંદન યાત્રા (રેલી)”* નું આયોજન કરવામાં આવેલ હતું. આપણા લોકલાડીલા * પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ* ની વિવિધ યોજનાઓ માટે ધન્યવાદ આપવા મહિલા મોરચા જિલ્લા મહામંત્રી લીનાબેન વ્યાસ, મહિલા બાળ વિકાસના પૂર્વ ચેરમેન રેખા બા ઝાલા, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ દશરથ સિંહ ઝાલા,તલોદ શહેર સંગઠનના પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઋતુલભાઇ પટેલ, તલોદ તાલુકાના પ્રભારી દીપાબેન કુવાડીયા, શહેરના પ્રભારી ગીતાબેન પટેલ, તલોદ તાલુકો પ્રમુખ માનસી બેન દેસાઈ, તલોદ શહેર પ્રમુખ રચનાબેન ગાંધી, પ્રાંતિજ શહેર જીજ્ઞાબેન સોની, વિવિધ મોરચાના મહામંત્રી, ઉપપ્રમુખ, કોર્પોરેટર બહેનો સંગઠનની બહેનો તથા વિભિન્ન સમાજની અગ્રણી મહિલા શક્તિ, NGO, V.O, CLF, CRF બહેનો,ભજન મંડળ ની બહેનો, વિવિધ શ્રેણીની દરેક મહિલા, સાથે લઈ સરકારની *”વિકસિત ભારત સંકલ્પ”* હેઠળ *કેન્દ્ર સરકારની મહિલા લક્ષી યોજનાઓ* ના બેનર સાથે શક્તિ વંદન પથ રેલી માં જોડાયેલા હતા.