કમલ વિદ્યામંદિર, ભુતેડી હાઈસ્કૂલ એન.એસ.એસ યુનિટ દ્વારા ખાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ

5 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાના ભુતેડી ખાતે આવેલા કમલ વિદ્યામંદિરનાં એન.એસ.એસ યુનિટ દ્વારા આચાર્યશ્રી માવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના રામપુરા (વડલા) ગામે એક ખાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવેલ. જેમાં એન. એસ. એસ. સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ હતી. સ્વયંસેવક મિત્રોએ તમામ પ્રવૃતિઓ જેવી કે જનસંપર્ક, સફાઈ, સંસ્થા મુલાકાત, ભિંતસુત્રો દ્વારા જાગૃતિ તેમજ સ્વચ્છતા, કન્યા કેળવણી, બેટી બચાવો જેવા વિષય પર વકતવ્યો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી જેવા વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર કરવામાં આવેલ. સમગ્ર ખાસ શિબિરનાં સફળ આયોજન શૈલેષભાઈ ગામી, ઉમેદભાઈ વાંક અને ચેહરબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલ હતું. તમામ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સટાફમિત્રોએ આ શિબિરને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયેલ હતો.