જગાણા ગામે શિવરાત્રી નિમિત્તે બ્રહ્માકુમારી પાઠશાળા દ્વારા કાર્યક્રમ યોજાયો

5 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જગાણા ખાતે શિવરાત્રી નિમિત્તે બ્રહ્માકુમારી પાઠશાળા દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પાલનપુરના બ્રહ્માકુમારીના ઇન્ચાર્જ ભારતીબેનના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ ગુરૂ મહારાજના મંદિરના સાનિધ્યમાં આ કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું તેમો તમામ મહેમાનોનું કુમકુમ તિલક અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને દિપ પ્રાગટયથી કાર્યક્રમની શુભ શરૂઆત કરાઇ હતી પછી શિવલિંગ પૂજનની વિધિ કરવામાં આવી હતી ભારતીબેને શિવરાત્રી વિશે પ્રવચન આપી માહિતી ગાર કર્યો હતા જગાણા બ્રહ્માકુમારી પાઠશાળા દ્વારા ભવ્ય આયોજન કરાયું તેમાં મહંતશ્રી ચંદનગીરી મહારાજ, રતીભાઇ લોહ,આશિષભાઈ નાઇ તેમજ આશાબેન નાઈ, નટવરલાલ પરમાર, દિલીપભાઈ કરેણ, ગોવિંદભાઈ પ્રજાપતિ, મનુભાઈ પંચાલ, ગોવિંદભાઈ પરમાર વગેરે ભાઇઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યકમને શોભાવ્યો હતો તેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે આભાર વિધિ આશાબેને કરી હતી