રાજ્યકક્ષાની પરંપરાગત રમતો માં માટી ની કુસ્તી તેમજ ખેલ મહાકુંભ ની રસ્સાખેંચ સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા નો ઉત્કૃષ્ટ દેખાવ

4 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પરંપરાગત રમતોમાં ગત તારીખ 1 માર્ચ 24 ના રાજ્યકક્ષાની માટી ની કુસ્તી સ્પર્ધા પોરબંદર ખાતે યોજાયેલ. તેમજ તારીખ 3/ 3/2024 ના રાજ ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષાની બહેનોની રસ્સાખેંચ સ્પર્ધા માણસા ખાતે યોજાયેલ જેમાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ. જેમાં માટી ની કુસ્તીમાં ચૌધરી સુમિત એ રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત ચૌધરી હિના, ચૌધરી અનિતા ચૌધરી, નિરમા ચૌધરી હિમાંશી ચૌધરી,પંચાલ ક્રિષ્ના અને દેસાઈ પ્રિયંકા પણ જુદી જુદી વજન ગૃપની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સેમી ફાઇનલ સુધી પહોંચેલ. રસ્સાખેંચની ઝોન કક્ષાની સ્પર્ધામાં પણ રબારી છાયા,રબારી સિનલ, પરમાર નીલમ,ગોઠડિયા, અનિતા ઠાકોર જીનલ,ચૌહાણ જીનલ, ચૌહાણ રીન્કુ,પરમાર પાયલ, દામેચા કિષ્ના અને કોમલ ઠાકોર એ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝોન કક્ષાએ ચતુર્થ સ્થાન પ્રાપ્ત કરેલ.તમામ ખેલાડીઓ ને તેમજ વ્યાયામ શિક્ષક શ્રી પી.બી રાવલ તેમજ સહાયક શિક્ષિકા શ્રીમતી તરુલતાબેન પટેલ અને શિક્ષકશ્રી જગદીશભાઈ ચૌધરી ને આચાર્ય શ્રી કે.પી રાજપૂત સાહેબે બિરદાવી અભિનંદન પાઠવેલ.