GUJARATMULISURENDRANAGAR

15 માર્ચથી સિંચાઈ માટેના કેનાલો બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગ

તા.29/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હાલ નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી મોટાભાગની સિંચાઈ માટેની કેનાલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી ખેડુતો વ્યાકુળ છે હાલ ઉનાળુ વાવણીનો સમય પાકી ગયો છે ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર પણ ખરીદી કરી લીધી છે હવે વાવણી કરવી કે કેમ? કેનાલ ચાલુ થશે કે કેમ? ખેડુતો મુંઝવણમાં મુકાયા છે તેમ કિસાન સંગઠન આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું છે સિંચાઈના આશયથી જે ડેમની સ્થાપના થઈ છે એ સરદાર સરોવર ડેમમાં હાલ પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તો પણ કેમ ખેડુતોને મળતા પાણીમાં કાપ મુકવામાં આવી રહ્યો છે ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં વાતાવરણ અનુકુળ ન હોવાથી ખેડુતોનું પાક ઉત્પાદન ખૂબજ ઘટયું હતું સાથે જ પાકનો પુરતો ભાવ પણ ન મળવાથી ખેડુતોએ ખરીફ સીઝનમાં ખૂબ જ મોટું નુકશાન ભોગવ્યું છે જે ભરપાઈ કરવા માટે ઉનાળુ સીઝન લેવી ખેડુતો માટે ખૂબ જ જરૂરી છે આ સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય ખેડુતો પર ઘાતક સાબીત થશે માટે તાત્કાલિક ધોરણે નિર્ણય પરત ખેંચવામાં આવે અને કેનાલો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે જો સરકાર અને નિગમ આ મુદે વિચારણા કરી નિર્ણય પરત નહીં ખેચે તો ચૂંટણી પ્રચાર સમયે નેતાઓ ખેડુતના આક્રોશનો ભોગ બનશે.!

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button