GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ મૂળચંદ રોડ શીવધારા ફ્લેટ પાસે વિદેશી દારૂના કટિંગ પહેલાં પોલીસનાં ધામા

દારૂની બોટલો નંગ 72, બિયર ટીન 143 રૂ.53,000 તથા બોલેરો કાર, સેલેરીયો કાર મળી કુલ 9,00,000 તથા મોબાઇલ મળી એમ કુલ મળીને રૂ.9,68,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.29/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં બહારથી વિદેશી દારૂનો જથ્થો વાહનોમાં લાવીને બૂટલેગરો તેના કટિંગ સાથે દારૂની હેરાફારી કરતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન પીએસઆઇ એસ પી ઝાલા એએસઆઈ એન ડી ચુડાસમા, અજીતસિંહ સોલંકી દિલિપભાઈ અજયસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા મૂળચંદ રોડ શીવધારા ફ્લેટ પાસે વાહનમાં દારૂ લાવીને દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી આથી આ સ્થળે પોલીસે રેડ કરતા (૧) ધરમશીભાઈ ઉર્ફે ધમો રામસીંગભાઈ પરોડીયા, (૨) ગુરૂમીતસીંગ વજીરસીંગ વીરદી અને (૩) વિપુલભાઈ વાહણભાઈ પાડેવાડીયાને ઝડપી લીધા હતા જ્યારે નરોતમભાઈ નામનો શખસ હાજર મળી આવ્યો ન હતો પોલીસે બનાવના સ્થળેથી વિદેશી દારૂની બોટલો નંગ 72 તથા બિયર ટીન નંગ 143 સહિત કિ.રૂ. 53,000 કિંમતનો દારૂ ઝડપી પાડયો હતો આ બનાવમાં વિદેશી દારૂનો જથ્થો તથા બોલેરો ગાડી કિ.રૂ. 6,00,000 તથા સેલેરીયો કાર કિ.રૂ. 3,00,000 તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 9,68,000 નો મુદામાલ જપ્ત કરી ચાર ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button