
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ગિરિમથક સાપુતારાનાં ચેકપોસ્ટ નજીક સરહદીય વિસ્તારમાં આવેલ થાનાપાડા ગામ પાસે સાપુતારા નાસિક મુખ્યમાર્ગ પર સુરત પાસિંગ પ્રવાસી કાર.ન.જી.જે.05.જે.એલ.6341માં કોઈક તકનીકી કારણોસર અચાનક આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે કારમાં આગ લાગતા પ્રવાસીઓ તાત્કાલિક કારની બહાર ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી.અહી કારમાં આગની સાથે ધુમાડાનાં ગોટે ગોટા ઉડતા માર્ગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે આ બનાવની જાણ સાપુતારા નોટીફાઇડનાં ફાયર બ્રિગેડની ટીમને થતા તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અહી ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં તો લીધી પરંતુ આ કાર ભયાનક આગનાં પગલે બળીને ખાખ થઈ જતા જંગી નુકસાન થયુ હતુ
[wptube id="1252022"]





