
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મા શબરીનાં વંશજો દ્વારા પૂર્વ મંત્રી પુર્ણેશભાઈ મોદી તથા નવનિયુક્ત રાજ્યસભાનાં સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાને ધનુષ બાણ ભેટ અર્પણ કરી સ્વાગત કર્યું..
અયોધ્યા ખાતે થયેલા ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિરનાં નિર્માણ નિમિત્તે તુલસીપીઠાધિશ્વર જગતગુરુ રામાનંદચાર્ય પરમ પૂજ્ય રામભદ્રાચાર્યજી દ્વારા અષ્ટોતર કુંડી (1008 કુંડી) હનુમંત્ મહાયજ્ઞનું આયોજન કર્યુ હતુ. આ મહાયજ્ઞમાં ભાગ લેનાર ડાંગ જિલ્લાનાં મા શબરીનાં વંશજો તથા યજમાનોનો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ સમારોહનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યુ હતુ.આ સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીનાં નેતૃત્વમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ તમામ રામ ભક્તોને અભિનંદન આપી બિરદાવ્યા હતા.તેમજ ડાંગથી પધારેલા આગેવાનોમાં ગિરીશભાઈ મોદી, દશરથભાઈ પવાર, બુધુભાઈ કામડી, વિનેશભાઈ ગાવિત તથા મા શબરી માતાના વંશજોએ નવનિયુક્ત સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડનાર ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીને શુભેચ્છા સ્વરૂપે ધનુષ – બાણ ભેટ અર્પણ કર્યુ હતુ..