GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે દોલતપુરા ગામે રેડ કરી રૂપિયા અગીયાર હજાર ઉપરાંત નો વિદેશી દારૂ ઝડપી પાડયો

તારીખ ૨૮/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ આજરોજ મંગળવારે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે દોલતપુરા ગામે રહેતા વિશાલભાઈ અશ્વિનભાઈ રાઠોડ તેઓના મકાનની પાછળના ભાગે આવેલ બાથરૂમમાં વિમલના થેલામાં વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે. જે આધારે પોલીસે તેઓના મકાનમાં રેડ કરતા મકાનમાં કોઈ હાજર મળી આવેલ નહીં પોલીસે ખુલ્લા મકાનમાં પંચો રૂબરૂ તપાસ કરતાં મકાનની પાછળના ભાગેથી વિમલના બે થેલામાં અલગ અલગ બ્રાન્ડના ૧૮૦ મી.લી નાં કાચના ૯૬ બોટલ મળી આવેલ જેની કીમત રૂ ૧૧,૭૬૦/ગણિત પ્રોવિઝન હેઠળ આમુદામાલ કબજે કરી વિશાલભાઈ અશ્વિનભાઈ રાઠોડ સામે ગુનો દાખલ કરેલ.

[wptube id="1252022"]









