GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ ૨૫ ઓક્ટોબરના રોજ યોજાશે

તા.૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫-૧૦-૨૦૨૩(બુધવાર)ના રોજ સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારશ્રીને તા.૧૦-૧૦-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button