GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પ્રાથમિક કુમાર શાળામાં કુમાર શાળા અને ઉર્દુ શાળા નો ટવિનીંગ પ્રોગ્રામ યોજાઈ ગયો

તારીખ ૨૭/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ તારીખ ૨૭/૦૨/૨૦૨૪ ને મંગળવારે કાલોલ કુમાર ના યજમાન પદે કાલોલ ઉર્દુ શાળા મહેમાન બનીને કુમાર શાળામાં પધાર્યા.શાળાની શૈક્ષણિક , સાંસ્કૃતિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વચ્ચે નું આદાન પ્રદાન અને બાળકો વચ્ચેનું અનુસંધાન સાધી કાર્યક્રમના હાર્દ ને જીવંત બનાવવા કુમાર શાળાના સ્ટાફ અને બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.બધાં બાળકોનું ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં કાલોલ પ્રાથમિક કુમાર શાળા માં ચાલતા જ્ઞાન કુંજ,કોમ્પુટર લેબ અને વિજ્ઞાન ના વિવિધ પ્રયોગો દ્વારા ઉર્દુ શાળા ના બાળકોને માહિતગાર કર્યા હતા.કાર્યક્રમના અંતે નાસ્તો કરી સૌ ઉમંગભેર છૂટા પડ્યા હતા.



[wptube id="1252022"]









