CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોમાં અચાનક આગ લાગતાં પોલીસ બેડામાં દોડધામ મચી

કચરાના ઢગલામાંથી આગ ફેલાયાનું અનુમાન

તા.27/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ખાસ કરીને બાજુમાં ઉકરડો હોવાના કારણે ત્યાં પડેલો કચરો સળગાવવામાં આવ્યા હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે આગે જોત જોતામાં એટલું વિતરણ સ્વરૂપ હાથ ધરી લીધું કે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં પડેલા વાહનોને પણ આગ લાગી ગઈ ખાસ કરીને સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ના જાપતા રહેલા વાહનોમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી જોકે આ મામલે તાત્કાલિક ધોરણે ચોટીલા ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ચોટીલા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જોડી દઈ આ બાબતે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા મહામુસીબતે મધ રાત્રે આગને કાબુમાં લેવામાં આવી છે આ અંગે તપાસ કરવામાં આવતા ચોટીલા પોલીસ સ્ટેશનમાં પડેલી બે ખાનગી બસો તેમજ એક ડમ્પર સહિતના વાહનો સળગી ગયા છે ચોટીલા પોલીસ સ્ટેશનના ઝાપટામાં રહેલા કુલ 1.05 લાખની કિંમતના વાહનોને નુકસાન પહોંચ્યા હોવાનો ગુનો ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે આગ મધરાત્રીએ કાબુમાં લેવામાં આવી છે પરંતુ આગના વિકરાળ સ્વરૂપે લાખો રૂપિયાનું નુકસાન કરી નાખ્યું છે ચોટીલા પોલીસે ગુનો દાખલ કરી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે આગ લાગવાની ઘટનાના કારણે આજુબાજુમાં વસવાટ કરતાં લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા કારણ કે આગ દ્વારા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું હતું આ તો ચોટીલા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં મધરાત્રીએ લીધી હતી બે બસો અને એક ડમ્પરને નુકસાન પહોંચ્યું છે ઉલ્લેખની છે કે આ બાબતે મળતી વિગતે અનુસાર નાના જે વાહનો પોલીસ સ્ટેશનમાં પડ્યા હતા તેની હરાજી થોડા સમય પહેલા કરી નાખવામાં આવી હતી એટલે વધુ વાહનો સળગતા અટકી ગયા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button