નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં ૧૨૭ જેટલા ટ્રેકટરો સ્વચ્છતા માટે
ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે. – સાંસદ શ્રી સી.આર.પાટીલ
નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી, શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ, નારી સંમેલન તથા વિવિધ કામોના લોકાર્પણ કાર્યક્રમ દયાળજી બાગ પાર્ટી પ્લોટ, એરૂ, નવસારી ખાતે સાંસદ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સાંસદ દિશા દર્શન હેઠળ નવસારી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા વિશે ખૂબ જ સરસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરી સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો હતો. નવસારી જિલ્લો સ્વચ્છતામાં નંબર વન બની રહે તે માટે લોકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. સરકારશ્રીએ બીપીએલ કાર્ડ ધારકોને ગેસ કનેકશન વિનામૂલ્યે અપાવ્યું છે. નવસારી જિલ્લામાં આવેલી આંગણવાડીમાં કુલ-૧૨૦૦ જેટલા બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે જેનો શ્રેય આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો ફાળે જાય છે. સરકારશ્રીએ ટી.બી.ના દર્દીઓની પણ ચિંતા કરી જરૂરી સહાય પૂરી પાડી છે. માન. વડાપ્રધાનશ્રીએ બહેનોની ચિંતા કરી, તેઓને ૩૩ ટકા અનામતનો લાભ આપ્યો છે. તેમજ પીએમ મિત્ર પાર્ક થી નવસારી જિલ્લાના યુવાઓને ઘર જ આંગણે રોજગારી મળી રહેશે.
આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત નવસારી જિલ્લામા ૫૧૨ ટન જેટલો કચરો જનભાગીદારીથી સાફ સફાઇ કરી દૂર કરવામાં આવ્યો છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા જાહેરમાં કચરો નાંખી ગંદકી ફેલાવનારને દંડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોષણ અભિયાન યોજના, મુખ્યમંત્રી માતૃશકિત યોજના, પૂર્ણા યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતાં. નવસારી જિલ્લાને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો.
<span;>આ અવસરે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ અને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી સ્વચ્છતા મિશન ટ્રેકટરોને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લામાં ૧૨૭ જેટલા ટ્રેકટરો ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવશે. સાથે સાથે આંગણવાડી ઇ-લોકાર્પણ, સ્વચ્છ નવસારી એપ્લીશેકનનું અનાવરણ તેમજ આરોગ્યના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત ત્રણ જેટલા વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. કુપોષણ મુકત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને પણ સન્માનિત કરાયા હતાં.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ, ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.બી. ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રીપલબેન ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અતુલ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીલમબેન પટેલ, અધિકારીઓ/પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતાં.





