આદર્શ વિદ્યાલય, વિસનગરના રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S)યુનિટની વાર્ષિક શિબિર કાજીઅલિયાસણા મુકામે યોજાઈ

25 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S) યુનિટની વાર્ષિક શિબિર કાજીઅલિયાસણા મુકામે તા-19-2-2024 થી તા-25-2-2024 સુધી યોજાઈ હતી. આ ખાસ શિબિરના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે ચૌધરી, છાત્રાલય સમિતિના મંત્રીશ્રી કે.ડી.ચૌધરી, જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમ, મહેસાણાના મેજિસ્ટ્રેટ શ્રી મગનભાઇ ચૌધરી, કેળવણી મંડળના અન્ય હોદ્દેદારશ્રી જેસંગભાઈ બી.ચૌધરી, શ્રી નારાયણભાઈ ચૌધરી, આચાર્યશ્રી દિનેશભાઈ એચ.ચૌધરી, કાજીઅલિયાસણા પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી ઉષાબેન પટેલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. તથા મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ ખાસ શિબિર દરમ્યાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા ,શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુકિત વગેરે વિષયો સંદર્ભે વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં ગામ તેમજ જાહેર સંસ્થાઓની સ્વચ્છતા, ભવાઈના “ગમ્મત સાથે જ્ઞાન” કાર્યક્રમ દ્વારા શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુકિત, બેટી પઢાઓ બેટી બચાવો, જળ એજ જીવન, દીકરો-દીકરી એક સમાન વગેરે વિષયો વિષે ગ્રામજનો અને બાળકોને સંદેશો આપવામાં આવ્યો હતો. આ સાથે રોટરી ક્લબ,વિસનગરના સહયોગથી નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શિબિર દરમ્યાન પ્રા.શાળાના બાળકોને વિવિધ બૌદ્ધિક રમતો પણ રમાડવામાં આવી હતી. તથા પ્રાકૃતિક ખેતીની મુલાકાત અને વન ભોજન જેવા સર્જનાત્મક કાર્યક્રમો પણ સ્વયં સેવકો દ્વારા કરવામાં આવ્યા હતા.શિબિરના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ વી.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ચૌધરી, આચાર્યશ્રી, કાજીઅલિયાસણા પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો અને બાળકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમાપન સમારોહમાં મહેમાનશ્રીઓ દ્રારા એન.એસ.એસ. પ્રવૃત્તિ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપીને વિવિધ બૌદ્ધિક રમતોમાં વિજેતા બનેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા આ શિબિરમાં ભોજનના દાતાશ્રી બનનાર શ્રી મગનભાઈ એચ.ચૌધરી, શ્રી દલજીભાઈ એમ.ચૌધરી, શ્રી જેસંગભાઈ એન.ચૌધરી, શ્રી અંબારામભાઈ એમ.ચૌધરી વગેરેને કેળવણી મંડળ વતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સમગ્ર શિબિર દરમ્યાન ગ્રામજનોનો ખૂબ સકારાત્મક સહયોગ મળ્યો હતો. આમ આ ખાસ એન.એસ.એસ.ની શિબિર અંતર્ગત વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સ્વયંસેવકોએ જનજાગૃતિ નો સંદેશ આપ્યો હતો..