GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકોએ ગૌશાળાની મુલાકાત લીધી.

તારીખ ૨૬/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકો ગતરોજ કાલોલ શહેર કલાલના ઝાપા વેરાઈ માતાજીના મંદિર નજીક આવેલ કામધેનુ ગૌશાળા ની મુલાકાત લીધી હતી જેમાં ગાયને ઘાસ ખવડાવી ગાયના છાણમાંથી બનતી વિવિધ વસ્તુઓ વિશે શાળા શિક્ષક પાસેથી જાણકારી પ્રાપ્ત કરી, આ ઉપરાંત સ્થાનિક ખેડૂતનાં ખેતરની મુલાકાત લઈ ખેતીમાં વપરાતા સાધનો ખેતી કેવી રીતે થાય આ અંગેની ખેતરમાં રૂબરૂ જઈ અને સમજૂતી મેળવી ત્યારબાદ શ્રી વેરાઈ માતાજીના મંદિરના પટાંગણમાં વન ભોજનનો શાળા તરફથી આયોજન કરવામાં આવ્યું જેમાં ૨૨૫ બાળકો હાજર રહ્યા થોડી ગમ્મત સાથે જ્ઞાન ની રમતો રમ્યા બાળકો,શિક્ષક ગણ અને મંડળના સભ્યો હાજર રહી બાળકોનો ઉત્સાહ વધારવા સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું.



[wptube id="1252022"]









