MORBI

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની હરાજી કરાશે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાહનોની હરાજી કરાશે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કરેલ કુલ ૨૧ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે.

આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીશ્રીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- નો “OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે.

હરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટરશ્રી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button