
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં નડગખાદી ગામની સીમમાં મોટરસાયકલ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં આવેલ દિવાલ સાથે અથડાઈ જઈ ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવક 15 ફૂટ ઊંડી ખીણમાં ખાબકયો હતો.ડાંગ જિલ્લાનાં નડગખાદી ગામની સીમમાંથી પસાર થતા આહવા – વઘઈ માર્ગ ઉપરથી પ્રતીક પટેલ (રહે.લવચાલી તા.સુબિર જી.ડાંગ) પોતાના કબજાની મોટરસાયકલ રજી. નં.GJ -16-CG-6319 ફર સવાર થઈને જઈ રહ્યો હતો.ત્યારે રાત્રિના 9.30 વાગ્યાની આસપાસ સામેથી આવતા વાહનના લાઇટનો પ્રકાશ યુવક પર પડતા, મોટરસાયકલ ની સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.અને રસ્તાની બાજુમાં આવેલ દિવાલ સાથે મોટરસાયકલ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવક 15 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગયો હતો.અહી યુવકને શરીરે ઇજાઓ પહોંચતા, સ્થાનિક લોકોએ તેની મદદ કરી તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો…





