ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચા મંત્રીનું હાર્ટ એટેકથી મોત, તેનપુરના ભદ્રેશ પટેલનું રાત્રે ઉંઘમાં હ્રદય બંધ થયું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચા મંત્રીનું હાર્ટ એટેકથી મોત, તેનપુરના ભદ્રેશ પટેલનું રાત્રે ઉંઘમાં હ્રદય બંધ થયું

વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવું લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ભદ્રેશ પટેલનું હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું યુવા મોરચાના મંત્રીનું હ્રદય રોગમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

બાયડ તાલુકાના તેનપુર ગામના અને અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી યુવા ખેડૂત ભદ્રેશ જયંતી ભાઈ પટેલ રાત્રે જમીને સૂઈ ગયા બાદ ઉંઘમાં હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રીનું હાર્ટ એટેક થી મોત નિપજતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં સોપો પડી ગયો

રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાર્ટએટેકથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી માલપુર ઉભરાણના યુવા વેપારીનું હાર્ટ એટેક અને અન્ય એક ખેડૂત આધેડ પછી યુવા રાજકારણીનું હાર્ટ એટેકથી મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button