
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સીગાડ ગામે આવેલ પ્રા.શા.ખાતે વાલી સંમેલન નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ વલસાડ-ડાંગનાં સાંસદ શ્રી ડૉ.કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
સામાજિક અગ્રણી રમણભાઈ પટેલના વરદ હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું સમારંભ ના મુખ્ય મહેમાનશ્રી નાયબ ડી.પી.ઇ.ઓ. નવીનભાઈ એસ.પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. કાર્યકમમાં વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દીપ્તિ બેન પટેલ, ઉપપ્રમુખ માધુભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામસેવા મંડળ વિજયભાઈ માહલા, ભાજપા મહામંત્રી રાકેશભાઈ શર્મા સહિતના આગેવાનો હાજરી આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન પટેલ, તેમજ વાલીશ્રીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના અશ્વિનભાઈ પટેલ, ગામના સામાજીક આગેવાન વિજ્યભાઈપટેલ, શાળાના આચાર્યશ્રી અને શાળા પરીવાર, એસ.એમ.સી નાં સભ્યો સહિતના કાર્યકર્તાઓ ભાર જહેમત ઉઠાવી કાર્યકમને સફળ બનાવ્યો હતો.





