કાલોલ નગર ની ધી એમ.જી.એસ હાઇસ્કુલ અને સી.બી.ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો

તારીખ ૨૫/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કાલોલ તાલુકા પંચાયત ના કારોબારી અઘ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા તથા કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડ ઉપસ્થીત રહ્યા હતા કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા,મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી પ્રફુલભાઈ શાહ અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અનિવાર્ય સંજોગો ને કારણે હાજર રહી શકેલ નહી તેઓએ સમારોહ ને શુભેચ્છાઓ પાઠવી હતી.બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૧ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે બાળ મજુરી નાબુદ કરવા, સોશીયલ મિડીયા નો ઉપયોગ,છત્રપતી શિવાજી મહારાજ ની વિર કથા, લોક ગીત, ગરબા અને નૃત્ય, રામ મંદીર, ગણેશ વંદના,મહારાણા પ્રતાપની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વય નિવૃત્ત શિક્ષકો એ ભૂતકાળના શાળા સાથેના સ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.










