વાત્સલ્યમ્ સમાચાર નો પડઘો.કડિયા ધ્રો થી મેડિસર વચ્ચે પાણી ભરેલ ખાડાવાળી પાપડીનુ મરંમત કામ ચાલુ
વાત્સલ્યમ્ સમાચાર દૈનિક પત્ર માં અહેવાલ રજૂ કરતાં તંત્ર ગોર નિંદ્રા માં જાગ્યું

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા, તા – ૨૪ : નિરોણા ગામ પંચ કલાઓનુ ધામ હોવાથી અને કડીયા ધ્રો નો પ્રવાસન તરીકે વિકાસ થયેલ હોવાથી પ્રવાસીઓનો પ્રવાહ પણ ભુજ થી કડિયા ધ્રો, મેડીસર થઈ નિરોણા સુધી આવે છે.જેમા મેડીસરથી કડિયા ધ્રો વચ્ચેના માર્ગ પર પુલ બનેલ ન હોવાથી અને નિચાણવાળા વિસ્તારમાં પાપડી એકદમ ધોવાઇ ગયેલ હાલતમાં હોવાથી. જેમાં એક થી દોઢ ફૂટ જેટલુ કાયમ પાણી ભરાયેલ હોવાના કારણે પાપડીમાં રહેલ મોટા ખાડાઓ દેખાતા નથી જેથી જીવલેણ અકસ્માત તેમજ વાહન નુકસાનીની મોટી ભીતી રહેલ છે અને વળી મોટા ખાડાઓના લીધે અડધો ભાગ બંધ કરી દેવામાં આવેલ હોવાથી બે વાહનો પણ પસાર થઈ શકતા નથી,જેથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને માટે આ પાપડી માથાનો દુખાવો સાબિત થઇ હોવાથી.અવાર નવાર દ્વી ચક્રી વાહનોના આ પાપડી પર પાણીમાં ન દેખાતા ખાડાઓને કારણે પડી જવાના અને ચાર ચક્રી નાના વાહનો પણ ખાડામાં ફસાઇ ગયાના દાખલાઓ બનવા પામ્યા છે. વધુ કોઈ મોટો અકસ્માત ન થાય એ પહેલા તંત્ર જાગે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓની લાગણી તેમજ માંગણીને ધ્યાને લઈ વહેલામાં વહેલી તકે પાપડીની મરંમત થાય તે વી આશા સાથે વાત્સલ્યમ્ સમાચાર દૈનિક પત્ર માં અહેવાલ રજૂ કરવામાં આવતાં તંત્ર ગોર નિંદ્રા માં થી જાગી ને રસ્તા નુ કામ ચાલુ કર્યું હતું વ્હેલી તકે કામ પુર્ણ કરી આપવાની તંત્ર દ્વારા ખાત્રી અપાઈ હતી.અને આ રસ્તા પર અવરજવર કરતા લોકોએ વાત્સલ્યમ્ સમાચાર દૈનિક પત્ર ને શુભેચ્છાઓ પાઠવી હતી.અને જણાવ્યું હતું કે વાત્સલ્યમ્ સમાચાર દૈનિક પત્ર અમારું આવાજ બની ને તંત્ર ને ગોર નિંદ્રા માં થી જગાડી ને ઉજાગર કર્યું તે બદલ વાત્સલ્યમ્ સમાચાર નાં ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.









