
વિજાપુર ખરોડ ગામે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા ગ્રામજનો ને હાલાકી
ગ્રામપંચાયતે વીજ બિલ નહિ ભરતા સ્ટ્રીટ લાઈટો નું કનેક્શન કપાયું હોવાની રાવ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો નુ વીજ કનેક્શન કાપી નાખવા આવતા ગ્રામજનોને રાત્રી દરમ્યાન અંધાર પટ નો સામનો કરવો પડે છે ખરોડ ગામ પૂર્વ મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના રાજપાલ આનંદીબેન પટેલ નો વતન હોવાથી ગામને વિકાસ નો વધુ લાભ મળ્યો છે ગામમાં સ્ટ્રીટ લાઈનો નાખી અજવાળું તો કર્યો પરંતુ ગ્રામપંચાયત ગ્રામજનો ને તેની સવલત આપવામાં નિષ્ફળ રહી હોય તેમ સ્ટ્રીટ લાઈટો વીજ બિલ ની રકમ સમયસર નહી ભરવા માં આવતા કનેક્શન કાપી નાખવામાં આવ્યો છે જેના કારણે ગ્રામજનો ને રાત્રી દરમ્યાન તેમજ વહેલી પરોઢે કાઢવામાં આવતી પ્રભાતફેરી માટે નીકળતા ગ્રામજનો ને તકલીફ ઊભી થાય છે આ અંગે ગ્રામજનો ના જણાવ્યા અનુસાર ગામ માં સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે પરંતુ તેનો નિભાવ ખર્ચ કરવામાં ગ્રામપંચાયત નિષ્ફળ નીવડી છે અગાઉ પણ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યો હતો લોકોની રજૂઆતો ના મુદ્દે તેને ચાલુ કરવામાં આવી હતી ફરી પાછો વીજ બિલ નહી ભરવા ના કારણે ફરીથી સ્ટ્રીટ લાઈટ નો કનેક્શન વીજ કમ્પનીએ કાપી નાખતા છેલ્લા ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રે નીકળવું હોય તો વિજબતી લઈને નીકળું પડે છે સત્વરે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનો માં માંગ ઉભી થવા પામી છે





