જિલ્લા કક્ષાના સ્પે.ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે
રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ૧ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુધી જિલ્લા કક્ષાના સ્પે.-ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાનારી છે. છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા આ આયોજન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ છે. જે અંતર્ગત MR કેટેગરીની સ્પર્ધા તા.૨૩ ફેબ્રુઆરીના રોજ એ.એન પંચોલી સાર્વજનિક હાઈસ્કુલ,તેજગઢ ખાતે રાખવામાં આવી છે જેના કન્વીનરશ્રી દિનેશભાઈ, મો, ૯૪૨૬૫૩૧૧૦૮, HI કેટેગરીની સ્પર્ધાઓ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ ડી.બી. પારેખ હાઈસ્કુલ, સંખેડા, કન્વીનરશ્રી વિજયભાઈ, મો. ૯૪૨૮૦૬૭૪૫૬, VI કેટેગરીની સ્પર્ધાઓ ૨૫ ફેબ્રુઆરીના રોજ ડી.બી. પારેખ હાઈસ્કુલ, સંખેડા, કન્વીનરશ્રી વિજયભાઈ, મો. ૯૪૨૮૦૬૭૪૫૬, OH કેટગરીની સ્પર્ધાઓ ૨૫ ફેબ્રુઆરીના રોજ સી.એન.બક્ષી સાર્વજનિક હાઈસ્કુલ, જબુગામ, કન્વીનરશ્રી અમિતભાઈ મો.૯૬૨૪૬૨૪૦૮૧ પર સંપર્ક કરી શકાશે. આ સ્પર્ધાઓ બાદ રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન તા. ૧૫ એપ્રિલ થી ૩૦ મે દરમિયાન યોજાનારી છે. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી





