
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશનાં કુલ્લુ જિલ્લામાં પેરાગ્લાયડીંગ પ્રવૃત્તિમાં દુર્ઘટના સર્જાતા હૈદરાબાદનાં એક પર્યટકનું મૃત્યુ થયુ હતુ. જેમાં પેરાગ્લાયડીંગ કરાવતા પાયલોટની ભૂલ નાં પગલે પર્યટક સુરક્ષા બેલ્ટ બાંધવાનું ચુકી જતા મોતને ભેટ્યો હતો.તેવામાં રાજયનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ પેરાગ્લાયડીંગ એક્ટિવિટી ચાલી રહી છે.
ગિરિમથક સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ માટે પેરાગ્લાયડીંગ એક્ટિવિટી આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.ગિરિમથક સાપુતારા ખાતે ચાલતી પેરાગ્લાયડીંગ એક્ટિવિટીમાં હિમાચલ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે ડાંગ જિલ્લાની પોલીસ સચેત બની છે.આજરોજ મોડી સાંજે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.એસ.આઈ એન.ઝેડ.ભોયા તથા અ.હે.કો શક્તિસિંહ સરવૈયાની ટીમે સાપુતારાનાં જેન મંદિર પાસે આવેલ ડાંગ જિલ્લા પેરાગ્લાયડીંગ એસોસિએશનની મુલાકાત લઈ ત્યાંના ગ્રાઉન્ડ મેનેજર સુરેશભાઈ બાગુલનાઓને મળી હિમાચલનાં કુલ્લુ જિલ્લા ખાતે થયેલ પેરાગ્લાયડીંગ દુર્ઘટનાથી વાફેક કરી આવો કોઈ બનાવ ન બને તે માટે સૂચનાઓ આપી હતી.અહી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ એન.ઝેડ. ભોયાએ તમામ પેરાગ્લાયડીંગનાં પાયલોટોને ભેગા કરી પેરાગ્લાયડીંગ કરતી વેળાએ સુરક્ષાનાં ઈકયુપમેન્ટ તરીકે આવતા હેલ્મેટ, શીટ હારનેશ, કેરા બેનર્સ,થાય બેલ્ટ,ચેસ બેલ્ટ,સોલ્ડર બેલ્ટ તેમજ ગ્લાયડરનાં ટી બાર,રાઈઝર,ડી-રાઈઝર,બ્રેક લાઈન,કન્ટ્રોલ લાઈન,સ્ટેરિંગ લાઈન, વિગેરે બાબતોની ચર્ચા તેમજ તપાસણી કરી હતી.વધુમાં સાપુતારા ખાતે પેરાગ્લાયડીંગ કરવા આવતા પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા જાળવવા માટે કડક સૂચનાઓ આપી હતી..





