
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના ભાપખલ પ્રા.શાળાની સ્થાપના દિન ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગામના મોટી સંખ્યામાં વાલીઓ, આગેવાનો અને એસ. એમ. સી. સભ્યો એકત્ર થયા હતા. 63 મી વર્ષ નિમિતે શાળામાં શિક્ષકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ અને 1961 માં દાખલ થનાર વિદ્યાર્થીઓને શ્રીફળ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભેચ્છા આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને મુખ્ય શિક્ષક ભુસારા ભવાનભાઈ એ શિક્ષક અને વિદ્યાર્થીઓની વાતો કરી હતી સાથે શાળામાં કેક કાપી શાળાની સ્થાપના દિનની ઉજવણી કરી હતી સાથે સરકાર શ્રી ના શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન અને અન્ય યોજનાઓ વિશે સારી એવી સમજ આપી હતી. છેલ્લે આભાર વિધિ કરી ઉતરો – ઉત્તર પ્રગતિ, પુરૂષાર્થ અને મંગલમય, યશસ્વીમય સોં બની રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.
[wptube id="1252022"]