GUJARATJUNAGADHMANAVADAR

વિશ્વમાતૃભાષા નિમિતે માણાવદરમાં  માતૃભાષા મહોત્સવની ઉજવણી થશે

વાત્સલ્યમ્ સમાચાર

ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ પે સેન્ટર શાળા-૨ માણાવદર, આનંદાલય, લાયન્સ હાયર સેકેન્ડરી સ્કૂલ-માણાવદર, જીનિયસ સ્કૂલ- માણાવદર, રઘુવંશી મહિલા મંડળ-માણાવદર તેમજ ઉમિયા મંડળ-માણાવદરના સંયુક્ત ઉપક્રમે માણાવદર જલારામ મંદિર ખાતે તા. ૨૧/૨/૨૦૨૪ના રોજ બુધવારે ‘માતૃભાષા મહોત્સવ’ની ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના શ્રી ભાગ્યેશ  જહાના અધ્યક્ષ સ્થાનેખ યોજાશે.
જેમાં મુખ્ય વક્તા તરીકે ભરત મેસિયા, પ્રાધ્યાપક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ તેમજ જયંત કોરડિયા, પ્રાધ્યાપક યુ. કે. વાછાણી આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદની વિશેષ ઉપસ્થિતિ હશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ઈમ્તિયાઝ કે. કાઝી તેમજ પે સેન્ટર શાળા ૨ માણાવદરની ટીમ કાર્યરત છે. બહોળી સંખ્યામાં ભાષાપ્રેમીઓને ઉપસ્થિત થવા સર્વેને ભાવભર્યું નિમંત્રણ  પાઠવવામાં આવે છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button