
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સુબીર તાલુકાનાં સૌ પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બરડીપાડા બિરસામુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ કેન્દ્રમાંથી ભાઈઓ બહેનોની ટીમે ભાગ લીધો હતો.સેમીફાઈનલમાં ભાઈઓ પીપલદહાડ, સુબીર, મહાલ અને પીપલાઈદેવીની ટીમ આવી હતી.અહી ફાઇનલ મેચમાં પીપલાઈદેવી અને પીપલદહાડ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો.જેમાં પીપલદહાડ ટીમ ફાઇનલ વિજેતા બની હતી.ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર મનોજભાઈ પટેલ અને મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેન તરીકે પીપલદહાડ ટીમ કેપ્ટન હેમતભાઈ પટેલે ટ્રોફી પ્રાપ્ત કરી હતી.જ્યારે બહેનોની ટીમમાં સેમીફાઇનલ પીપલદહાડ અને સુબીર ટીમ વચ્ચે રમાઈ હતી.જેમાં સુબીર ટીમ વિજેતા થઈ ફાઇનલ મુકાબલો સિગાણાની ટીમ સાથે થયો હતો.જેમાં સિગાણાં ટીમે બાજી મારી વિજેતા થઈ હતી. મેન ઓફ ધ મેચ સિગાણાં કેપ્ટન લુસીયા ગામીતને પ્રાપ્ત થઈ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન માજી ધારાસભ્ય અને માજી જિલ્લા પંચાયત ના પ્રમુખ મંગળભાઈ જી. ગાવિત અને બી.જે.પી પાર્ટી મહામંત્રી રાજેશભાઈ ગામીતનાં વરદ હસ્તે થયુ હતુ.આ પ્રસંગે ઉદ્દઘાટકો દ્વારા ટુર્નામેન્ટનાં ખેલાડીઓ અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં બી.જે.પી મંડળ મંત્રી કાંતિલાલભાઈ,રાજ્ય પ્રા. શિ સંઘનાં આંતરિક ઓડિટર રણજીતભાઈ પટેલ કેળવણી નિરીક્ષક,બી.આર.સી. કૉ. તાલુકા અને જિલ્લા સંઘ ના હોદ્દેદારો, શિક્ષક ધિરાણ મંડળી ના મહામંત્રી રમેશભાઈ ગામીત,કેન્દ્ર શિક્ષકો,સી. આર.સીઓ, તથા સૌ ખેલાડી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને તાલુકા સંઘ ના પ્રમુખ શામજીભાઈ દ્વારા શુભેચ્છાઓ આપી હતી.ટુર્નામેન્ટ નું અને એ દરમ્યાન જમવાનું આયોજનમાં તાલુકાના કાર્યવાહક પ્રમુખ સિતાંશુ ગામીત અને કારોબારી સભ્યો રાહુલભાઈ,સુનિલભાઈ, ભુપેન્દ્રભાઈ તથા બરડીપાડા ના સૌ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી હતી.ટુર્નામેન્ટ દરમ્યાન સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી જયરાજ પરમાર દ્વારા સૌ શિક્ષકો ને ક્રિકેટ ટીમની જેમ સંગઠન થી જ વિજેતા બની શકાય છે.જેથી આ ટુર્નામેન્ટ સંગઠન અને ખેલદિલીનો ગુણ શીખવે છે એમ જણાવ્યુ હતુ..





