ANJARKUTCH

અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ પ્રાંત કચેરી અંજાર ખાતે યોજાઈ

વોલીબોલ ટુર્નામેન્ટ માં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રી સુનિલ સાહેબ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર તા-૧૭ : અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ પ્રાંત કચેરી અંજાર ખાતે યોજાઈ ગઈ.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રી સુનિલ સર તેમજ ટ્રોફીના દાતા પિયુષભાઈ શ્રીવાસ્તવ સેન્સેઈ એકેડેમી આદિપુર અને સન્નીભાઈ બુચિયા ફાઉન્ડર પેરેડાઈઝ ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લાના અને તાલુકા-નગરના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં અંજાર તાલુકાના શિક્ષક ભાઈઓ તેમજ અન્ય વિભાગનાં કર્મચારીઓની કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં તુણા-દેવળીયા ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી. આ વખતનું આ બીજીવારનું ટુર્નામેન્ટનું આયોજન હતું.જેને અંજારના તમામ સરકારી કર્મચારીઓએ બહોળો ઉત્સાહ દાખવી આવકારી હતી. આ કાર્યક્રમમાં જખરાભાઈ કેરાસીયા બંસી પેટ્રોલિયમ ચાંદરાણી તરફથી ભોજનનો સહયોગ મળ્યો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે કોઈએ સહયોગ આપ્યો છે તે તમામનો અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગરના હોદ્દેદારોએ ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતાં.અને આગામી સમયમાં પણ સંગઠન આવા રચનાત્મક કાર્યક્રમો કરતા રહેશે એવી આપ સૌએ પ્રેરણા પુરી પાડી છે એવી લાગણી વ્યકત કરી હતી.તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button