
તા.17/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરમેનસુ દેવયાનીબેન રાવલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે જિલ્લા કક્ષાની પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નવા ક્લિનિકના રજિસ્ટ્રેશન, રીન્યુઅલ, રજિસ્ટ્રેશન કેન્સલ કરવા, અલ્ટ્રા સાઉન્ડ મશીનની ખરીદી બાબત, સોનોગ્રાફી મશીનનાં સ્થળ ફેરફાર અંગેની મંજૂરી વગેરે બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલે જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટનો ચૂસ્તપણે અમલ થાય, ગર્ભ પરીક્ષણ અટકાવવા, સેકસ રેશિયો વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં એડવાઈઝરી કમિટી સદસ્ય આર એલ બબલાણી, પીસી એન્ડ પીએનડીટી સેલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ ગૌરાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતાં.





