GUJARATMANAVADAR

માણાવદરના મરમઠ ગામે એનએસએસની વાર્ષિક શિબિરનો પ્રારંભ કરાવતા સાંસદ રમેશભાઈ ધડુક

સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શિક્ષણ કાર્ય માટે બનેલા ઓરડાનું પણ લોકાર્પણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની સંસદસભ્ય ગ્રાન્ટમાંથી રૂ. ૫ લાખના અનુદાનથી માણાવદરના તાલુકાની મરમઠ ગ્રામ પંચાયત- દ્વારા શિક્ષણ કાર્ય માટે ક્રિસ્ટલ હાઇસ્કુલમાં બનાવેલ ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદશ્રીએ આ રૂમનું લોકાર્પણ કરવાની સાથે એનએસએસની ખાસ વાર્ષિક શિબિરનો પણ શુભારંભ કરાવ્યો હતો.
શ્રી જે. એમ. પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ માણાવદરના વિદ્યાર્થીઓ દ્વારા તા.૨૧-૨-૨૦૨૪ સુધી મરમઠ ગામે સમાજ ઉત્કર્ષના જ્ઞાનમુલક વિવિધ કાર્યક્રમો યોજવામાં યોજશે. જેમાં પર્યાવરણ જાગૃતિ સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી વગેરે બાબતો આવરી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માણાવદર તાલુકાનું મરમઠ ગામ પોરબંદર સંસદ સભ્યના મતવિસ્તાર હેઠળનું છે.
આ લોકાર્પણ અને એનએસએસની વાર્ષિક શિબિરના પ્રારંભ વખતે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, મામલતદાર મારૂ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પાનેરા, ડીઆરડીએના એચ. આર. કન્સલ્ટન્ટ ગૌતમ સૌંદરવા નિવૃત શિક્ષકો સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button