
ઝારોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ડોક્ટર ખુશીબેન ભાલાનીનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

તાહિર મેમણ : આણંદ – 16/02/2024 – બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઇસ્કુલમાં રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસે વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે પીએચસીના ઉત્સાહી ડોક્ટર ખુશીબેન ભાલાની અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે કૃમિ નિવારણ માટેની ગોળીનું નિશુલ્ક વિતરણ થયું હતું. આ તબક્કે પરીક્ષામાં નાપાસ થયા બાદ નાસીપાસ થતા વિદ્યાર્થીઓ તથા જેને ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી ઘડવી છે તેવા વિદ્યાર્થીઓએ કેવી રીતે મહેનત કરવી જોઈએ, જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય, વગેરે બાબતે ડોક્ટરે સ્વના ઉદાહરણ સાથે પ્રેરક વાતો કરી હતી. તેમની વાણીનો મુખ્ય સાર એ હતો કે “સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય” .ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓને પણ તેમને ખૂબ સારું માર્ગદર્શન આપી નિષ્ફળતા બાદ હતાશ થયેલા વિદ્યાર્થીઓને આગળ આવવા માટે પ્રેરિત કર્યા હતા. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન બદલ ડોક્ટર ખુશીબેન ભાલાનીનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.





