રાષ્ટ્રીય એવોર્ડ માટે ગુજરાત માંથી બનાસકાંઠા જીલ્લાના ટુંડિયા ૧૦૮ ની પસંદગી કરવામાં આવી

14 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા એટલે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા જે દેશ ભરમાં મોખરે છે અને ગુજરાત માં ૨૦૦૭ થી નિ:શુલ્ક સેવા કાર્યરત છે તથા અણમોલ જિંદગીઓ બચાવવામાં ૧૦૮ ના કર્મચારીઓ ૨૪/૭ ખડેપગે હોય છે અને ગુજરાત માં અધતન ટેકનોલોજી થી સજજ એવી ૮૦૦ થી પણ વધારે ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે તાલીમબદ્ધ સ્ટાફ કાર્યરત છે. ભારત માં જે રાજ્યોમાં ૧૦૮ ની સેવા કાર્યરત છે તેવા રાજ્યોના શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ થી સન્માનિત કરવાનો કાર્યક્રમ ૧૦૮ ની હેડ ઓફિસ હૈદરાબાદ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે આ વર્ષે ગુજરાત રાજ્ય માંથી બનાસકાંઠા જિલ્લાના ટુંડિયા ૧૦૮ ના EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડ ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાતા ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું હતું.ટુંડિયા લોકેશનમાં ફરજ બજાવતા EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડ ને સરકારી હોસ્પિટલ દાંતા થી સર્પદંશ ના દર્દી નો કોલ મળ્યો હતો અને ત્યાં પહોચીને તાત્કાલિક દર્દી ને ૧૦૮ એમ્બ્યુલન્સ મા લઈને હેડ ઓફિસ સ્થગિત ડૉ. શ્રી ની સલાહ મુજબ ૯ જેટલા ASV ( એન્ટી સ્નેક વેનેમ ) ઇન્જેક્શન અને જરૂરી સારવાર આપી ને દર્દી નો અણમોલ જીવ બચાવ્યો હતો અને દર્દીને નવજીવન મળ્યું હતું સર્પદંશનો ભોગ બનનાર દર્દીને સમયસર સારવાર આપનાર ૧૦૮ માં સ્ટાફ EMT યોગિતા પટેલ તથા PILOT નાગેન્દ્રસિંહ બારડ ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવા માટે હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્ર્મમાં EMRI GHS ના ચેરમેન ડૉ. જીવીકે રેડ્ડી સાહેબના હસ્તે સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીશ્રીઓ તથા ગુજરાત રાજ્ય ના સ્ટેટ હેડ જશવંત પ્રજાપતિ સાહેબ સહિત અન્ય રાજ્ય ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ મળતા ૧૦૮ ના કર્મચારીઓ માં હર્ષલ્લાસની લાગણી જોવા મળી હતી અને બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવી તથા જીલ્લા એક્ઝિક્યુટિવ નિખિલ પટેલ આ કર્મચારીઓની કામગીરી ને બિરદાવી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.



