
મોરબીના સરદારબાગ નજીક રાઈડમાં આગ ભભુકી ઉઠી
આજે મોરબી ના સરદાર બાગ નજીક આગ લાગી તો ફાયર ટીમ સમયસર પહોંચી સકી ના હતી અને સ્થાનિકો તેમજ પોલીસ જવાનોએ આગ પર કાબુ મેળવવાની ફરજ પડી હતી

મોરબીની સુધારા શેરીમાં ફાયર સ્ટેશન આવેલ છે જે શેરીના નાકે આડેધડ વાહન પાર્કિંગ જોવા મળે છે જેથી ફાયર ટીમને ઈમરજન્સીના સમયમાં ફાયરનું વાહન બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને અહીંથી પસાર થઇ જાય તો પણ સરદાર રોડ પરથી છેક જુના બસ સ્ટેન્ડ અથવા નગર દરવાજા સાઈડ સતત ટ્રાફિકનો સામનો કરવો પડે છે જેથી આગના સ્થળે પહોંચવામાં ફાયર ટીમને હેરાનગતિનો સામનો કરવો પડે છે

આજે સરદાર બાગ નજીક બાળકોની રાઈડ રાખેલ હોય જેમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી ફાયર ટીમને કોલ મળ્યો હતો પરંતુ ટ્રાફિકને કારણે ફાયર ટીમેં સુધારા શેરીમાં પડેલા વાહનો હટાવવા પડ્યા હતા અને બાદમાં ફાયરની ગાડી બહાર કાઢી શક્યા હતા દરમિયાન બાળકોની રાઈડમાં લાગેલ આગ પર પોલીસ જવાનો અને સ્થાનિકોએ કાબુ મેળવ્યો હતો જોકે સામાન્ય આગ હતી એટલે સ્થાનિકો કાબુ મેળવી શક્યા હતા પરંતુ મોટી બિલ્ડીંગમાં વિકરાળ આગ લાગે ત્યારે ફાયર ટીમ પહોંચી નહિ સકે તો કેવી સ્થિતિ સર્જાશે ? તેનો વિચાર મોરબીવાસીઓએ કરવાનો સમય આવી ગયો છે








