KUTCHMANDAVI

સીમકાર્ડ વિક્રેતાએ ગ્રાહકો પાસેથી સીમકાર્ડ વેચાણ અંગેનાં જરૂરી આધાર પુરાવા નહીં મેળવી જાહેરનામાનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

આધાર પુરાવા વગર સિમ કાર્ડ વેચાણ કરતો સખ્સ ઝડપાયો

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા-૧૪ : એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં પીઆઈ વી.વી.ભોલા તથા પીએસઆઈ એચ.ટી.મઠિયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ કોડાય પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માંડવી-મુંદરા હાઈવે પર નાની ખાખર ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા એક ઇસમ નામે શકીલ અભુબકર નારેજા રહે.ગામ-વાડા, તા.માંડવીવાળો છત્રી નીચે બેસી Airtel કંપની મોબાઇલ સીમકાર્ડ ગ્રાહકોને વેચી તેમજ ગ્રાહકો પાસેથી કોઇ આધાર પુરાવા નહીં મેળવી તેમજ તે અંગેનું કોઇ રજીસ્ટ્રર નહીં નિભાવી નામદાર જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ, કચ્છ-ભુજનાં પ્રસિધ્ધ જાહેરનામાનો ભંગ કરેલ હોઈ જેથી તેના વિરૂધ્ધ કોડાય પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામા આવેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button