GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૦.૧૨.૨૦૨૩

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર માચી ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેનો લાભ મોટી સંખ્યામાં અત્રે આવેલા યાત્રાળુઓ એ લીધો હતો, જનરલ ફિઝીશયન ના ડોક્ટરો તથા આંખો ના ડોક્ટરો દ્વારા દર્દીઓ ને ચકાસી સારવાર આપી હતી. જિલ્લા એસપી તથા હાલોલ ડીવાયએસપી ની ઉપસ્થિતિ માં સવારે કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ ના માચી ખાતે યોજાયેલા મફત નિદાન અને સારવાર કેમ્પ માં અત્રે રવિવાર ની જાહેર રજા માં મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓ એ લાભ લીધો હતો, હાલોલ ના ચાર ડૉક્ટર્સે દોઢસો થી વધારે દર્દીઓ ને તપાસ્યા હતા ડો. હર્ષ કચ્છીયા, ડો.પાર્થ પટેલ, ડો.ભાગ્યેશ પરમાર અને ડૉ.રીંકુ રાઠવા એ બ્લડપ્રેશર, ડાયાબીટીસ તથા અલગ અલગ શારીરિક તકલીફો વાળા દર્દીઓ ને તપસ્યા હતા અને ત્રણ દર્દીઓ ને ઇસીજી કરી નિદાન કર્યું હતું. ડોઝટર્સ દ્વારા જરૂરિયાત મંદો ને દવાઓ પ્રિસ્કાઇબ કરી હતી તો તાજપુરા શ્રી નારાયણ આરોગ્ય ધામ ના ડૉક્ટર્સ રાકેશ રાઠવા અને ડૉ.રિયા પટેલ દ્વારા પણ 200 થી વધારે આંખો ની તકલીફો વાળા દર્દીઓ ને તપાસ્યા હતા જે પૈકી 150 જેટલા ચશ્મા ની જરૂરિયાત વાળા દર્દીઓ ને મફત ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી,હાલોલ ડીવાઈએસપી વી.જે.રાઠોડ,સી.પી.આઇ આર.એમ.સંગાડા,પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ આર.જે.જાડેજા,પાવાગઢ મંદિર નાં ટ્રસ્ટી ડૉ.વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button