MORBI:ઝૂલતાપુલ દુર્ઘટનાનો આરોપીને VIP સુવિધા: મુખ્ય આરોપી જયસુખ પટેલને જેલ ટ્રાન્સફર કરવા પિડિત પરિવારની માંગ

ઝૂલતાપુલ દુર્ઘટનાનો આરોપીને VIP સુવિધા: મુખ્ય આરોપી જયસુખ પટેલને જેલ ટ્રાન્સફર કરવા પિડિત પરિવારની માંગ
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિત પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મોરબી જેલ તંત્ર પર સવાલો ઉઠાવતાં ચકચાર મચી ગઇ છે. Morbi ના પીડિતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી ઝુલતા બ્રિજ કાંડના આરોપી જયસુખ પટેલને અન્ય કોઇ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની માઅંગ કરી છે.
પિડિત પરિવારે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 જેટલા લોકોનો જિવ લેનાર ઝુલતા પુલ દુર્ઘટના મોરબીના ભોગ બનનાર પિડિત લોકો છીએ. અમોએ અમારા પરિવાર ના નિર્દોષ બાળકો, યુવાનો, સ્વજનો આ માનવ સર્જિત દુર્ઘટનામાં ગુમાવ્યા છે જે અમારા જિવનનો આધાર અને અમારા કુટુંબનું ભવિષ્ય હતા. તેમના અકાળે અવસાનથી અમારુ જીવન અંધકારમય બની ગયું છે. હાલ આ કેસમાં ચાલી રહેલ કોર્ટ કાર્યવાહીમાં પણ અમો પીડિત પરિવારો ન્યાય માટે ઝઝૂમી રહ્યા છીએ. જે રીતે ધીમી ન્યાયિક પ્રક્રિયા મોરબી કોર્ટમાં ચાલી રહી છે અમોને ન્યાય મળશે કે કેમ એ પ્રશ્ન પણ અમોને મૂંઝવી રહ્યો છે. તા.30.10.2022 નાં રોજ આ દુર્ઘટના બન્યા બાદ માનનીય વડાપ્રધાનએ અમુક પીડિતો પરિવારોની મુલાકાત દરમિયાન સાંત્વના આપી હતી કે આ માનવ સર્જિત આપત્તિ ના જવાબદાર કોઈને પણ છોડવામાં નહિ આવે, અને તમોને ન્યાય મળશે જ એવું આશ્વાસન આપેલ હતું. આ આશ્વાસન તેમના જ ગૃહ રાજ્ય માં ક્યાંક વિસરાઈ ગયું હોય એવું અમોને લાગી રહ્યું છે. હાલ ચાલી રહેલ વિવિધ કોર્ટ કાર્યવાહી મા તપાસકર્તા એર્જેન્સી દ્વારા આ ઝુલતા પુલ દુર્ઘટના માટે જવાબદાર દર્શાવેલ મુખ્ય આરોપી જયસુખ પટેલ (ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર) હાલ સબ-જેલ મોરબી, ગુજરાત મા છે. આ આરોપી ને મોરબી સેશન્સ કોર્ટ માં કોર્ટ કાર્યવાહી દરમિયાન ઘણી વાર ખાનગી વાહનો માં લઈ આવવામાં આવે છે. એવું અમારા ધ્યાને આવ્યું છે.. 135 જેટલા નિર્દોષ બાળકો અને યુવાનો નાં ભોગ લેનારી ગંભીર દુર્ઘટનાના આરોપીને કાયદાની વિરુદ્ધ જાહેરમાં કોર્ટ પરિસર માંથી સરકારી વાહનને બદલે ખાનગી વાહનમાં લઈ જવાતો હોય તો મોરબી સબ જેલ માં તેને વધારા ની નિયમો વિરૂધ્ધ ની વી આઈ પી સવલતો મળતી જ હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે.
વધુમાં પિડિત પરિવારે આક્ષેપ કર્યો હતો કે, આરોપી પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી બહાર ગમે ત્યારે આવી જઈ શકે એવી સુવિધા પણ અપાઇ રહી છે. જેથી જેલ પરિસરના છેલ્લા ત્રણેક માસ નાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે એવી અમારી વિનંતી છે. આ આરોપી જયસુખ પટેલ આર્થિક, રાજકીય, સામાજિક રીતે ખૂબ જ પ્રભુત્વ ધરાવતો વ્યક્તિ છે જે બાબત થી આપ સાહેબ પણ અવગત હશો જ. સ્થાનિક અમુક પોલીસ અધિકારી અથવા જેલ તંત્ર નાં અધિકારીઓ પણ પરોક્ષ રીતે તેને મદદ કરી કરી રહ્યા હોય અથવા વી આઇ પી સવલત પૂરી પાડી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. અમારા અમુક પીડિત પરિવારો ને પણ આ આરોપીઓના મળતીયાઓ દ્વારા આરોપી વિરૂધ્ધમાં કોર્ટ કાર્યવાહીમાં ન જોડાવા માટે અને આરોપીની તરફેણમાં બોલવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. ઝૂલતા પુલ દુર્ઘટના એ જવલ્લે જ બનતી દુર્ઘટના છે..અમો આ દુર્ઘટના ના પીડિતો છીએ . આ દુર્ધટનાનાં દોષિતો એ માનવતાનાં આરોપી છે એમને ઉદાહરણ રૂપ સજા મળે તો જ આવી ઘટનાઓ ભવિષ્ય માં અટકશે, એવું અમારું સ્પષ્ટ માનવું છે. ઝૂલતા પુલ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી જયસુખ પટેલને મોરબી જેલમાં મળતી કથિત વી આઇ પી સવલતો એ આપણી વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવે છે અને નિર્દોષ બાળકો નાં મૃત્યુ ની મજાક બનાવે છે…જો આ આરોપી મોરબી જેલ માં રહેશે તો પીડિત પરિવારોને કે જેઓનાં મોટા ભાગ ના કુટુંબીજન આ કેસમાં સાહેદ પણ છે તેમને પોતાનાં આર્થિક, રાજકિય પ્રભુત્વ નો ઉપયોગ કરી ધાક ધમકી આપી ન્યાયિક પ્રક્રિયા થી દૂર કરવા નાં પ્રયત્નો કરશે એવો અમને ડર છે. ઉપરોક્ત બાબતો ને ધ્યાને લઇ ન્યાય નાં હિત માં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી જયસુખ પટેલને સબ-જેલ મોરબી, ગુજરાતમાંથી સુરત, વડોદરા અથવા અમદાવાદની અન્ય કોઈપણ મધ્યસ્થ જેલમાં ખસેડવા તથા યોગ્ય કાયદાકીય પગલા લેવા આવે તેવી અમારી માંગ છે.