BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના પરીનિર્માણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

6 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે ડો.બાબાસાહેબ આંબેડકરના પરીનિમૉણ દિન નિમિત્તે ડૉ.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી તથા બુદ્ધવંદનાનો કાર્યક્રમ યોજાયો.જેમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રી હરિભાઈ એન સોલંકી, ઉપપ્રમુખશ્રી હરિભાઈ મગરવાડીયા, સહમંત્રીશ્રી વિનોદભાઈ ડી પરમાર, કારોબારી સભ્યશ્રી હરેશભાઈ મીઠાલાલ વણસોલાએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મતદાનના સર્વ હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ, સમતા વિદ્યાવિહારના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ બુદ્ધવંદના કરી.

[wptube id="1252022"]
Back to top button