MORBI:બંધડી, નવી બંધડી, નેર, અમરસર શાળાઓ વચ્ચે ટવીનિંગ ઓફ સ્કૂલ પ્રોગ્રામ યોજાયો.

MORBI:બંધડી, નવી બંધડી, નેર, અમરસર શાળાઓ વચ્ચે ટવીનિંગ ઓફ સ્કૂલ પ્રોગ્રામ યોજાયો.
તા. 08/02/2024 ને ગુરુવાર ના રોજ બંધડી પ્રા. શાળામાં બંધડી, નવી બંધડી, નેર, અમરસર શાળાઓ વચ્ચે ટવીનિંગ ઓફ સ્કૂલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બંધડી, અને નેર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના બાળકો વચ્ચે વિવિધ કાર્યક્રમોની રજૂઆત થઈ. બાળકોએ ઉત્સાહ પૂર્વક તમામ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બંધડી પ્રા. શાળાના આચાર્યશ્રી અનિલભાઈ રાઠોડ, નેર શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ વણકર, નવીબંધડી પ્રા. શાળાના આચાર્યશ્રી વિજયભાઈ દરજી, અમરસર પ્રા.શાળાના આચાર્યશ્રી પ્રવિણભાઈ ચાવડા અને શિક્ષક મિત્રોમાં ધર્મેન્દ્રભાઈ મેમકિયા, મહેશભાઈ પરમાર, મેહુલભાઈ વહાજોડીયા, જીજ્ઞેશાબેન ચંદ્રરાવ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે બંધડી શાળાના આચાર્ય અનિલભાઈ રાઠોડ દ્વારા બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં સ્વ. નારણ લખમણ ચાવડા હસ્તે રમેશ માદેવા ચાવડા દ્વારા બટુક ભોજનમાં પાઉંભાજી આપવામાં આવી હતી. શાળા તરફથી દાતાનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ મેમકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.