HALOLPANCHMAHAL

હાલોલની વિ.એમ.શાહ શાળા ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું મહત્વ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૩

ગુરુપૂર્ણિમા નિમિત્તે વી.એમ.શાહ ગુજરાતી મિડીયમ સ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીવનમાં ગુરુનું મહત્વ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે.તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવાથી, તેમના આશીર્વાદ લેવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. જ્યારે આ પ્રસંગે શાળાના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આ સિવાય માતા-પિતા, દાદા-દાદી સહિત તમામ વડીલોના આશીર્વાદ લેવા જોઈએ તેવી જાણકારી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button