GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ ઈન્ડસ્ટ્રીઝના ૧૫૦૦ કર્મચારીઓએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મહિલા મતદાતાઓની ભાગીદારી વધે તે માટે “ચુનાવ પાઠશાળા” અન્વયે બહેનોને મતદાન કરવા સમજાવ્યા

Rajkot: લોકશાહીના અવસરમાં વધુને વધુ લોકભાગીદારી નોંધાય તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકોટ સંસદીય મતવિસ્તારના ૭૧-રાજકોટ ગ્રામ્ય, કોટડાસાંગાણી તાલુકાના પડવલા, કરમાળ પીપળીયા, શાપર, ખારચિયા, પારડી, કાંગશિયાળી ગામ, ચીભડા, પડધરી સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

૭૧-રાજકોટ ગ્રામ્ય અને કોટડાસાંગાણી તાલુકાના પડવલા ખાતેની નવી કન્યા શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ “ચુનાવ પાઠશાળા” અન્વયે ગ્રામજનોને ચૂંટણી, મતદાન પ્રક્રિયા, ઈ.વી.એમ. સહિતની માહિતી આપી હતી. તેમજ કોટડાસાંગાણી ખાતે કાર્યરત સખી મંડળ દ્વારા કરમાળ પીપળીયા અને શાપર ખાતે વધુને વધુ મતદાતાઓ ભાગ લે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજકોટ તાલુકાના ભાગ નં. ૨૩૧ મકનપર, ભાગ નં. ૨૩૨- ખારચિયા -૨, ભાગ નં. ૨૩૪ – ભંગડા, લોધીકા તાલુકાના પારડી ગામ, ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર, રાજકોટ તાલુકાના ગૌરીદડ આંગણવાડી ખાતે, કાંગશિયાળી ગામ સહિતના ગામોના ગ્રામજનો દેશ મહાપર્વમાં ભાગ લે માટે પ્રેરિત કરાયા અને સર્વેને મતદાન કરીશ અને કરાવીશના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

લોધિકા તાલુકાના ચીભડા ગામ સ્થિત સિલ્વર પંપ મોટર ઈન્ડસ્ટ્રીઝ ખાતે મામલતદારશ્રીની અધ્યક્ષતામાં આશરે ૧૫૦૦ના સ્ટાફને મતદાન કરવા પ્રેરિત કરાયા અને ઈન્ડસ્ટ્રીઝના સ્ટાફને મતદાનના દિવસે રજા આપવામાં આવશે. ઉપસ્થિત તમામને અચૂક મતદાનના શપથ લેવડાવ્યા હતા.

૬૬ ટંકારા વિધાનસભા મતવિસ્તારના પડધરી તાલુકામાં મહિલાઓનું મતદાન પુરૂષની સરખામણીએ ૧૦% કરતા ઓછું હોય તેવા મતદાન મથક નં.-૨૦૬,૨૦૭ થોરીયાળી ગામ ખાતે વધુને વધુ મહિલા મતદાતાઓની ભાગીદારી તે માટે “ચુનાવ પાઠશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે પડધરીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.એલ.ઓ.શ્રી, આંગણવાડીની બહેનો, મધ્યાન ભોજન યોજનાના કર્મચારીશ્રીઓ તેમજ ગામની બહેનોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button