
વિજાપુર કુકરવાડા વડાસણ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત બે મહિલાઓના મોત પાંચ ઘાયલ
ઘાયલ થયેલા મુસાફરો ને અમદાવાદ મહેસાણા સારવાર માટે લઈ જવાયા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર થી સધી માતાના દર્શન કરી સીએનજી રીક્ષામાં અમદાવાદ તરફ જતા વિજાપુર તાલુકાના કુકરવાડા રોડ પર આવેલ વડાસણ ગામ નજીક
સીએનજી રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે થયેલ ગંભીર અકસ્માતમાં રીક્ષા માં બેઠેલા બે મહિલાઓનો મોત નીપજયું હતુ. પાંચ ઘાયલ થયા હતા.જેમાં બે જણાને ને સારવાર અર્થે અમદાવાદ તેમજ ત્રણ જણા ને મહેસાણા સીવીલ ખાતે સારવાર માટે લાઇ જવાયા હતા. ઘટના સ્થળે મૃત્યુ પામેલ લક્ષ્મીબેન તેમજ રમીલાબેન વણકરને રેફરલ સીવીલ હોસ્પિટલ માં પીએમ માટે લાવવામાં આવ્યા હતા.આ ગમખ્વાર અકસ્માત ની જાણ વસઇ પોલીસે અમદાવાદ ના બહેરામપુરા તેમજ કાંકરીયા રહેતા બંને મૃતકો ના પરીવાર જનો ને કરવામાં આવતા પરિવારજનો રેફરલ હોસ્પિટલ ખાતે આવી પોહચ્યા હતા.જ્યાં ડોક્ટરો ની ટીમે પીએમ ની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વસઇ પોલીસે ઘટના સ્થળે પોહચી અકસ્માત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.*ઈજાગ્રસ્ત ના નામ*
(1)પલ્લવી બેન ભરતભાઈ પરમાર,35
(2)જયેશભાઇ કિરણ ભાઈ વાઘેલા,31 વર્ષ
(3)પ્રિયાબેન શૈશવભાઈ સોલંકી,27
(4)રવિ રાજુભાઇ મકવાણા,27
(5)શૈશવ ભાઈ મહેશભાઈ સોલંકી,33





