MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized

Rajkot: રાજ્યપાલનું રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે સ્વાગત

Rajkot: રાજ્યપાલનું રાજકોટ હીરાસર એરપોર્ટ
ખાતે સ્વાગત

પોલીસ જવાનો દ્વારા શ્રી આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર અપાયું

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્નીશ્રી દર્શના દેવી મોરબીના ટંકારા ખાતે યોજાનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમોમાં સહભાગી થવા અમદાવાદથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.


આ તકે કલેકટરશ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનરશ્રી પુજા યાદવ (ઝોન-૧) સહિતના અધિકારીઓએ રાજ્યપાલશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.

[wptube id="1252022"]
Back to top button