HALOLPANCHMAHAL
હાલોલ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયજિત યોગ સમર કેમ્પ વી.એમ.ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે યોજાયો,102 વિદ્યાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

તા.૩૦.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયજિત યોગ સમર કેમ્પ તારીખ 21/5 થી 30/5 સુધી હાલોલ ગોધરા રોડ પર આવેલ વી.એમ.ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં જિલ્લા યોગ કોચ જીતેન્દ્ર પાઠક અને વી.એમ.ઇંગ્લિશ મીડિયમ સ્કુલ ના પ્રિન્સીપાલ (યોગ કોચ ) રજનીકાંત ધમલ એ સફળ આયોજન કર્યું હતું. જેમાં હાલોલ ની વિવિધ શાળાના 102 વિદ્યાર્થીઓએ આ યોગ માં ભાગ લીધો હતો.જ્યારે આ યોગ થકી વિદ્યાર્થીઓમાં બોદ્ધિક વિકાસ,મેમરી પાવર, કોન્સન્ટ્રેશન,ફિટનેસ જેવા યોગાસનો શિખવવામાં આવ્યા હતા.જેમાં વાલી તેમજ વિદ્યાર્થીઓને વેકેશનનો સદુપયોગ થયો હોય અને લાભ મળેલ હોય તેવુ અનુભવ થયો હતો.

[wptube id="1252022"]









