GUJARATJETPURRAJKOTUncategorized

બાગાયત ખાતાની યોજના અંતર્ગત સહાય મેળવવા તા. ૧૭ ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરવા સૂચના

તા.૨૫/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

વર્ષ ૨૦૨૩-૨૪ માટે તા.૧૭/૦૮/૨૦૨૩ સુધીમાં રાજકોટ જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી વાવેતરમાં આંબા પાકમાં હેકટરે ૪૦ હજાર તેમજ પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિક મટીરીયલના ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂપિયા ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અને જામફળ પાકમાં હેકટરે ૪૪ હજાર તેમજ પ્રથમ વર્ષે આંતરપાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂપિયા ૬૦૦૦ પ્રતિ હેક્ટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. ઉપરાંત કેળ પાકના ટીસ્યુ કલ્ચર રોપામાં હેકટરે ૧૫ હજાર સહાય મળવાપાત્ર છે.

આ સહાયનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે માટે ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી જરુરી સાધનિક પુરાવાઓ સાથે “નાયબ નિયામક કચેરી, જિલ્લા સેવા સદન-૩, બ્લોક નં -૩, બીજો માળ, રીડ ક્લબ રોડ, રાજકોટ સરનામે મોકલી આપવાની રહેશે. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવો. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો સહિતના પુરાવાઓ સાથે રાખવા આવશ્યક છે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી રાજકોટની યાદીમાં જણાવ્યુ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button