MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબી પ્રેમી પંખીડા કેનાલમાં પડતા પિતા બચાવવા પડતા પિતા-પુત્રના મોત

મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં પિતા પુત્ર ડૂબ્યા હોવાની માહિતી મળતા જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે બાદ આજે સવારના સુમારે પિતા પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં ભરતભાઈ જેસિંગભાઈ લકુમ(વાંજા) (ઉ.૪૫) અને તેનો દીકરો કિશન (ઉ.22)ના મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

તો સુત્રોમાંથી માહિતી મળી હતી કે કિશન જામનગરનો રહેવાસી છે અને અમદાવાદની રહેવાસી નેહા સાથે પ્રેમ સંબધમાં હોય અને તેને ભગાડીને 2-૩ દિવસ પહેંલા મોરબી લાવ્યા બાદ બંને પેકેજીંગના કારખાનામાં રહેતા હતા.બનાવમાં કોઈ કારણોસર પ્રેમી પંખીડા કેનાલમાં ઝ્મ્પ્લાવ્યું હતું જેની જાણ કિશનના પિતાને થતા તે પણ કેનાલમાં બંનેને બચાવવા માટે કુદી પડ્યા હતા અને કેનાલમાંથી બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોય જેમાં નેહા કેનાલની બહાર નીકળી શકી હતી તો બંને પિતા ભરતભાઈ અને પુત્ર કિશન કેનાલમાં ડૂબી જતા બંનેના મૃત્યુ નીપજ્ય હતા.હાલ પુતા પુત્રના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button